Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

 
   
 
શરુઆતમાં વડોદરા જિલ્લાના સરકારી ખાતાઓ જેવા કે રેવેન્યુ, બાંધકામ વિગેરે તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ સભાસદ તરીકે જોડાયેલા હતા. વખતોવખત તેમાં જિલ્લાના સરકારી, અર્ધસરકારી, યુનિવર્સિટી, મ્યુ.કોર્પોરેશન, ટેલિફોન, આકાશવાણી ગેરી વિગેરે ખાતાઓના કર્મચારીઓ પણ ઉમેરાતા ગયા. ઉત્તરોઉત્તર પ્રગતિ કરતી સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થતા સને ૧૯૩૫ મા રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શરુઆતમાં સંસ્થા શાસ્ત્રીપોળમાં ભાડાના મકાનમાં કામગીરી બજાવતી હતી. સંસ્થા વસાહતમાં રુ ૯૦૦૦ની જમીન ખરીદી તેમાં મકાનનું ખાતમુહૂર્ત તા.૨૦-૧૦-૧૯૫૭ના રોજ સંસ્થાના પ્રથમ હયાત સભ્ય શ્રી શંકર બળવંત દિડમિસેના હસ્તે ભૂતપૂર્વ વડોદરા રાજયના પ્રઘાન શ્રી છોટાલાલ સુતરીયાના પ્રમુખપદે થયુ. આશરે રુ ૬૩,૮૧૦/- માં ત્રણ માળનું મકાન તૈયાર થતાં તેનું ઉદ્ઘાટન  તાં. ૨૪-૧-૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયના નાયબમંત્રી શ્રી જશવંતલાલ શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
૧૯૬૦માં સોસાયટીએ ૫૦વર્ષ પુરા કરતાં ગુજરાત રાજયના તત્કાલિન ગૃહપ્રઘાન શ્રી રસિકલાલ પરીખ, મુ. શ્રી મગનભાઇ શંકરભાઇ પરીખ પટેલ તથા શ્રી જશવંતલાલ સૌ. શાહની હાજરીમાં સુવર્ણ મહોત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. તા. ૧૪-૩-૧૯૭૦ ના રોજ હીરક મહોત્સવની ઉજવણી મુખ્ય મંત્રીના સંસદીય સચિવ શ્રી વિનોદચંદ્ર શાહના હસ્તે કરવામાં આવી હતી.
સને ૧૯૮૬માં સંસ્થાના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી “ન ભૂતો ન ભવિષ્યતિ”ની કહેવતને સાર્થક કરતો સુયોગ એટલે સ્વ. શ્રી બાબુભાઇ શાહના પ્રમુખપદે ઉજવાયેલ સુવર્ણ મહોત્સવ, હીરક મહોત્સવ અને અમૃત મહોત્સવ. સોસાયટીમા ૮૧માં વર્ધાપન દિને (૧૭-૧૨-૧૯૯૦) સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. પુરુષોત્તમદાસ નાથાલાલ દેસાઇના તૈલચિત્રનું અનાવરણ તત્કાલિન કલેકટર શ્રી તપન રાય સાહેબના હસ્તે કરવામાં આવયું હતું સને ૧૯૯૨-૯૩ વર્ષ દરમિયાન સારો વહીવટ કરનાર મંડળીઓની કક્ષામાં આપણી સંસ્થાએ ‘વડોદરા જિલ્લામાં પ્રથમ સ્થાન’ મેળવી ગુજરાત રાજય સહકારી સંઘ તરફથી તા. ૨૫-૮-૧૯૯૪ ના રોજ શિલ્ડ અને રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ હતું. સંસ્થા માટે આ એક ઐતિહાસિક પ્રસંગ તથા ગૌરવપ્રદ સોપાન હતું. સદર સિધ્ધિને ધ્યાનમાં રાખી સોસાયટીના તમામ કર્મચારીઓને કાર્યક્ષમતા અને નિષ્ઠાને બિરદાવવા એચ.એમ.ટી.ના કાંડા ઘડિયાળ ભેટ આપવામાં આવ્યા હતાં. સોસાયટીએ સન ૧૯૯૫ માં ૮૫ વર્ષ પૂરાં કરતાં તેની ઉજવણી તા.૨૩-૬-૧૯૯૬ ના રોજ ગુજરાત રાજયના તત્કાલિન રજીસ્ટ્રાર શ્રી (સહકારી મંડળીઓ) શ્રી એન. એ. વ્હોરાના પ્રમુખ પદે કરવામાં આવી હતી અતિથિ વિશેષ તરીકે માહિતી ખાતાના સંયુકત નિયામક શ્રી ઉજમસી પરમાર, જીલ્લા રજીસ્ટ્રાર શ્રી કે. કે. મકવાણા, મ. સ. યુનિ. ના રજીસ્ટ્રાર શ્રી ડી.પી. છાયા તથા જીલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અઘિકારી શ્રી આર. ડી. જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં. સદર કાર્યક્રમમાં પૂર્વ સંચાલકોનો સન્માન તથા સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યુ હતું. સંસ્થા તરફથી સોસાયટીની આર્થિક સધ્ધરતા અને પ્રગતિને ધ્યાનમાં લઇ સને ૧૯૮૬ માં ભેઽ રુપે સભાસદોને સ્ટીલનાં વાસણો આપવામાં આવ્યાં હતાં. સને ૧૯૯૬ માં સભાસદોને ભેટરુપે ચાંદીની મુદ્રાનું વિતરણ કરવામાં આવ્યું. સને ૧૯૯૯ માં સભાસદોને સફારી બેગનું પણ ભેટ તરીકે વિતરણ કરેલ હતું. ૯૫ વર્ષના ઉપલક્ષમાં સભાસદોને એચ. એમ. ટી. ના કાંડા ઘડિયાળો ભેટ રુપે તા. ૨૫-૭-૨૦૦૫ના રોજથી આપવામાં આવેલ હતાં.
આ રીતે વ્યવસ્તથાપક મંડળે ઉદારનીતિ રાખી સંસ્થાના સભાસદોને ભેટ રુપે સમયાંતરે લાભ આપેલ છે. ૧૯૬૦ થી ૪૩ વર્ષ સુઘી જુના મકાનમાં સંસ્થા કાર્યરત હતી.  ઉત્તરોઉત્તર પ્રગતિ અને કામકાજમાં ખૂબ વધારો થયેલ હોવાથી કેટલાક સમયથી જગ્યાનો અભાવ વર્તાતો હતો. જેના કારણે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ શરુ કરવાનું મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ જગ્યાનો પ્રક્ષન હલ કરવાનો હતો. જેથી સંસ્થા વસાહતમાં સામેનું જ જૂનું મકાન વેચાણ લઇ અધતન સુવિઘાઓ નિર્માણ કરી સને ૨૦૦૩થી નવાં અધતન મકાનમાં સોસાયટી કાર્યરત છે.
સદર નવી ઇમારતનું ઉદ્ઘાટન તા.૧૬-૩-૨૦૦૩ના રોજ ગુજરાત રાજયના તત્કાલિન સહકાર તથા ક્રુષિમંત્રી શ્રી મા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે તથા સભાખંડનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના વિધાનસભાના દંડક શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. સદર સમારંભમાં પૂર્વ સંચાલકો તેમજ ઇમારતના આર્કિટેકટ શ્રી શૌર્ય પટેલનો મહાનુભાવોના હસ્તે શાલ, શ્રીફળ તેમજ મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યો હતો. સમારંભના અંતે હાજર તમામ સભ્યો તથા મહેમાનોને સુરુચિ ભોજન પિરસવામાં આવ્યું હતું. સંસ્થાના નવિન મકાનના બાંઘકામમાં પરોક્ષ-અપરોક્ષ રીતે સહકાર આપનાર દરેકનો પણ વ્યવસ્થાપક મંડળ આભાર માને છે.
   
 
 
 
For Any Inquiry Call : 0265 - 2424652