નમસ્કાર,
માનનીય સભાસદ વડીલો, ભાઇઓ તથા બહેનો,
વડોદરા ના સદનસીબે શહેરને કૈલાસવાસી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ જેવા પુણ્ય પુરુષ મહારાજા રુપે પ્રાપ્ત થયા. તેમના સમય દરમ્યાન પ્રજાહિતના કાર્યો જેવા કે શહેરના નગરજનોને શુધ્ધ પીવાના પાણી માટે સરોવરની સગવડ, વાંચનાલયો, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બાળમંદિરો, શાળાઓ, ઉચ્ચ જાતના ઉચ્ચ-નીચના ભેદભાવ વગર દરેક સંપ્રદાયના ઉત્સવો ઉજવવા વિગેરે પ્રજા સુખાકારીના કાર્યો સાથે તેમની પ્રેરણાથી તા.૧૭-૧૨-૧૯૧૦ ના રોજ દીર્ધ દ્રષ્ટીવાળા સ્વ. શ્રી પુરુષોત્તમદાસ નાથાલાલ દેસાઈના પ્રમુખ સ્થાનેથી ૧૩ આધ્યસ્થાપકો સાથે ‘ઘી બરોડા ગવર્નમેન્ટ સર્વન્ટસ્  અર્બન કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, વડોદરા’ના નામથી આપણી સંસ્થાનું બીજ રોપાયું. જેની સભ્ય સંખ્યા ૩૩ હતી. જે આજે ૮૩૯૨ જેટલી વિશાળ સભ્ય સંખ્યા વટવૃક્ષ સમાન વિધ્યમાન છે. સન ૧૯૪૯માં વડોદરા રાજય મુંબઇ રાજયમાં વિલીન થયું અને સંસ્થાનું નામ ‘ઘી ગવર્નમેન્ટ સર્વન્ટસ્ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, વડોદરા’ થયું.
Read More
 
Annual Report
 
100 Years Of Us
a
   
a
   
a
   
a
   
For Any Inquiry Call : 0265 - 2424652
image